BDMA - આર્ટ એન્ડ કલ્ચર ફોરમનો પ્રથમ કાર્યક્રમ તારીખ ૩૦.૧૦.૨૦૨૧, શનિવારના રોજ યોજાઈ ગયો. જેમાં ભરૂચના લેખિકા દર્શનાબેન વ્યાસની નવલકથા "રીમિ,ધ ફર્સ્ટ ડ્રોપ ઑફ ધ રેઇન"નું લોકાર્પણ કરવામાં આવ્યુંં. આ તબક્કે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા અને શ્રીમતી ઉષાબેન ઉપાદ્યાયની વિશેષ ઉપસ્થિતિ રહી.
BDMA વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દેવાંગ ઠાકર સાહેબે છેલ્લા મહિનાઓ દરમિયાન થયેલ કાર્યક્રમોની ઝલક આપી અને આર્ટ એન્ડ કલ્ચર ફોરમના પ્રથમ આયોજનને વધામણા આપી કાર્યક્રમને ઇજન આપ્યું. વિષ્ણુ પંડ્યા સાહેબ દ્વારા ભરૂચના ઇતિહાસની અજાણી વાતો જાણવા મળી તો ડૉ.ઉષાબેન ઉપાધ્યાયે પોતાના વક્તવ્યમાં વિમોચિત થનાર પુસ્તક "રીમિ,ધ ફર્સ્ટ ડ્રોપ ઑફ ધ રેઇન" વિશે સંક્ષિપ્ત જાણકારી આપી. પ્રવીણભાઈ દવેએ આક્રમક શૈલીમાં દીવ વિશે માહિતી આપી.
કાર્યક્રમના અંતમાં ભરૂચના જાણીતા સંગીત યુગલ શ્રી દેવેશભાઈ દવે અને શ્રીમતી મનીષાબેન દવેએ પોતાના સ્વરોથી હાજર સૌને ગઝલોત્સવમાં રસતરબોળ કરી દીધા.
BDMA - The first event of the Art and Culture Forum was held on Saturday, 20.10.2021. Bharuch writer Darshanaben Vyas's novel "Rimi, The First Drop of the Rain" was unveiled. At this stage, the President of Gujarati Sahitya Akademi, Shri Vishnu Pandya and Mrs. Ushaben Upadhyay had a special presence.
Mr. Devang Thakore, Vice President, BDMA, gave a glimpse of the events held during the last few months and commended the first event of the Art and Culture Forum. In his speech, Dr. Ushaben Upadhyay gave a brief information about the book "Rimi, The First Drop of the Rain" which was released by Padmashree Dr. Vishnu Pandya. Mr. Praveenbhai Dave gave information about Diu in an aggressive style.
At the end of the program, Mr. Deveshbhai Dave and Mrs. Manishaben Dave, a well-known music duo from Bharuch, entertained the audience with their voices.